Saturday, 6 October 2018

*मेरी धडकनो में धडकता रहे तु , मेरे देश तुझको सलाम है मेरा, जीऊं तो जुबां पर तेरा नाम हो मरूं तो तिरंगा कफन हो मेरा।.*
સ્વાતંત્ર્યપર્વ  2017 





મોરવા(હ) તાલુકાના મોરવા(હ) સી.આર.સી.કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું*

    મોરવા(હ) તાલુકાની દાંતીયાવર્ગ પ્રા.શાળા ખાતે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું .જેમાં તાલુકા પ્રા.શિક્ષણાધિકારી શ્રીમતી ચેતનાબેન પરમાર તથા બી.આર.સી.કો.ઓ.શ્રી દિનેશભાઇ પરમાર સાહેબ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જેમાં સી.આર.સી.કક્ષાની 9 જેટલી શાળાઓએ પાંચ વિભાગમાં થઈ 18 જેટલી કૃતિઓ રજુ કરવામાં આવી હતી .જેમાં વિભાગ 1 અને 2 માં દાંતીયાવર્ગ પ્રા.શાળા,વિભાગ 3 માં મોરવા(હ) પ્રા.શાળા,વિભાગ 4 માં ભાદરવી ફ.વર્ગ પ્રા.શાળા તથા વિભાગ 5 માં નગલોદ પ્રા.શાળાએ પ્રથમ નંબર મેળવેલ છે.પ્રથમ નંબર મેળવેલ કૃતિઓ તાલુકા કક્ષાએ યોજાનાર ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં ભાગ લેશે....
m
વિજ્ઞાન- ગણિત -પર્યાવરણ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતાં TPEO શ્રી તથા BRC Co. શ્રી મોરવા હડફ 





Friday, 3 November 2017

દાંતિયાવર્ગ પ્રા.શાળા ખાતે થઈ રક્ષાબંધન પર્વની ઊજવણી......*
મોરવા(હ) તાલુકાની દાંતિયાવર્ગ પ્રા. શાળા ખાતે આજરોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી .જેમાં સૌપ્રથમ શાળાનાં આચાર્ય શ્રી ઇમરાન એ.શેખ દ્વારા રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું.ત્યારબાદ શાળામાં અભ્યાસ કરતા એવા બાળકો જેઓના કોઈ ભાઈ કે બહેન નથી તેવા બાળકોએ એકબીજાને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવની કરી હતી.સાથે સાથે શાળાની અન્ય બલિકાઓએ પણ પોતાના ભાઈના કપાળે ટીલક કરી હાથે રાખડી બાંધી પોતાના ભાઈ માટે મંગળ પ્રાર્થના કરી હતી.
શાળાના શિક્ષક મિત્રોએ પણ પોતાના સાહસાથી શિક્ષકને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.....











દિવ્યભાસ્કરની નજરે દાંતિયાવર્ગ પ્રા.શાળા મોરવા હડફ..........



બાલફિલ્મોત્સવ અંતર્ગત ગોધરા મુકામે બાળકોને બાળ ફિલ્મ નિહાળવા માટે લાઇ જવામાં આવ્યા ......મિત્રો બાળકો માટે ખુશીની વાત એ પણ હતી કે આજે તેવો ગોધરા કોઈ વાહનમાં નહીં પરંતુ રેલ્વેટ્રેન માં જવાના હતા ....ખરેખર બાળકોના મુખ ઉપર તેનો ઉત્સાહ જોવા મળ્યો ...
મોરવાથી સંતરોડ રેલ્વે સ્ટેશન થી ગોધરા જકશન સુધીની સફર કરવામાં આવી .....
અહીં તેવોને ટ્રેન આવતા પહેલા કેટલા ટકોરા વગાડવામાં આવે છે અને એ ટકોરા શું નિર્દેશ કરે છે .તે બાબત થી લઇ પ્લેટફોર્મ નંબર ગાડી નંબર ,જનરલ ડબ્બો,લેડીઝ ડબ્બો,વગેરેની મહિતી આપવામાં આવી.
ખરેખર ફિલ્મોત્સવ સાથે સાથે બાળકોનો એક રેલ્વેની મુસાફરી તથા રેલ્વે સ્ટેશનની મુલાકાત પણ થઈ ગઈ.....ચાલો આજનો દિવસ સફળ.......

.......ગોધરા રેલ્વે સ્ટેશન ની તસ્વીર .............

....................ટ્રેનની રાહ જોતાં શાળાના બાળકો ..................

સંતરોડ  સ્ટેશન થી ટ્રેન માં બેસતા બાળકો 


ટ્રેન ની અંદરના દ્રશ્યો.........





હા ! જુન માસ એટલે શાળામાં ત્રણ નવા વ્રુક્ષનો જ્ન્મ 
જી હા બરાબર સમજ્યા ,ત્રણ શિક્ષક્શ્રીનો જન્મ દિવસ ....... 
આવો કેક કાપિને નહી પરંતુ વ્રુક્ષ વાવીને જન્મ દિવસ ઉજવીએ .....બસ આજ હેતુને દ્યાનમાં રાખીને આજ રોજ શાળાના આ.શિ.શ્રીમતી પ્રેમલતાબેન એન.પટેલ દ્વારા તેમના જન્મદિવસે વ્રુક્ષારોપન કરવામા આવ્યુ. શાળાંના બાળકો તથા અન્ય શિક્ષકો પણ બહેનશ્રીના જન્મદિવસે વ્રુક્ષારોપનમાં હાજર રહી તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. 
હા,મારા જન્મ દિવસે એક વ્રુક્ષ શાળા માટે ........



..................મારો જન્મ દિવસ એક વૃક્ષ સાથે ...........

Wednesday, 21 June 2017

              સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ભારતીય સંસ્ક્રૃતિની ઉત્તમ ભેટ એટલે યોગ. સદર સંથાએ યોગને વૈશ્વિક સ્તરે વિરાસતમાં સામેલ કરેલ છે, જે અનુસાર પ્રત્યેક વષૅ “21 જૂન – વિશ્વ યોગ દિવસ” તરીકે ઉજવવાનુ નક્કી કરવામાં આવ્યું છે. તે અંતર્ગત અમારી દાંતિયાવર્ગ પ્રા.શાળા,મોરવા(હ)માં 21 જૂનના દિને “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી કરવામાં આવી. 
              સૌ પ્રથમ શાળાના આચાર્યશ્રી ઇમરાન એ. શેખ દ્વારા યોગથી થતા ફાયદા અને વિશ્વ યોગ દિવસ શા માટે ઉજવવામાં આવે છે તે વિશેની માહીતી આપવામાં આવી. ત્યારબાદ શાળાના આ.શિ. શ્રી ખુમાનસિંહ બી. ડામોર દ્વારા સમગ્ર યોગ કાર્યક્રમનુ સંચાલન કરવામાં આવ્યું. અને શાળામા અભ્યાસ કરતા બળકોને યોગ કરાવવામાં આવ્યા. 

            આ શુભ પ્રસંગે શાળાના સ્ટાફની સાથે સાથે ગ્રામજનો,એસ.એમ.સી.સભ્યો, પણ ઉપસ્થિત રહ્યા હતા.


              અંતિમ ચરણમાં સૌ ગ્રામજનો, વાલીઓ, વિધ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને સમગ્ર વિશ્વમાં એકતા જળવાય, દરેક મનુષ્યનું મન સંતુલિત રહે અને પ્રત્યેક જન સ્વસ્થ , શાંત, આનંદી અને પ્રિય બનવાનો પ્રયત્ન કરે તે માટે પોતાના સ્વાસ્થ્ય તેમજ શાંતિ માટે સંકલ્પ લેવામાં આવ્યા તથા અંતમા શાંતિ પાઠ કરવામાં આવ્યો .
યોગવિધ્યાની ભૂમિ એવા ભારતમાં આ દિવસે વિરાટ અને વિસ્તૃત કાર્યક્રમમાં સહભાગી થવાના આનંદ સાથે સૌ લોકો છૂટા પડ્યા.





કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ
ગુજરાત સરકારના શિક્ષણના મહાકુંભનો અમીઘૂટડો એટલે શાળા પ્રવેશોત્સવ.પોતાના જીવનમાંથી શિક્ષણના પગથીયે પહેલી પગલી માંડતા ભૂલકાઓનો આગવો અવસર એટલે પ્રવેશોત્સવ.તો આજ રોજ આમારી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2017 ઉજવાયો તેની કેટલીક બોલતી તસ્વીરો . 
મોટી સંખ્યામાં ગ્રામજનો નો ઉપશ્થીત રહ્યા. ગ્રામજનો તરફથી રુ.૬૦૦૦ જેટલો લોકફારો મળેલ છે જેનો શાળા પરિવાર હાર્દિક સ્વીકાર કરે છે અને તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરે છે.
પ્રવેશોત્સવ અંતર્ગત શાળામાં આવેલ મહેમાનશ્રીઓ  તા.પ્રા.શિ.મોરવા(હ),ગ્રામા પંચાયત સરપંચશ્રી,તાલુકા પંચાયત સદસ્યશ્રી,ગ્રામા પંચાયત સદસ્યશ્રી અને ગ્રામ જનો


મહેમાનોનુ શબ્દોથી સ્વાગત

મહેમાનોનુ સ્વાગત

મહેમાનોનુ સ્વાગત

શાળાના બાળકો દ્વારા યોગ નિદર્શન

ધોરણ 1 ના બાળકોને પ્રવેશ 

શાળાની બાલિકા દ્વારા અમૃત વચન

મૂખ્ય મહેમાનના આશિર્વચન 





વ્રૃક્ષારોપણ 

Monday, 5 June 2017

હા,મારા જન્મ દિવસે એક વ્રુક્ષ શાળા માટે  

આ નાનક્ડો વિચાર શળાના પર્યાવરણ માટે સમય જતા ખૂબ મોટો વિચાર બની જાય છે.

શિક્ષકના  જન્મદિવસે શાળામાં એક વ્રુક્ષ વાવવુ તે અંતર્ગત શાળામાં આજે કેટલાય વ્રુક્ષોએ નવો જન્મ લઇ લીધો છે.  શિક્ષકના  જન્મદિવસની સાથે એક વ્રુક્ષનો પણ જન્મ થાય છે તે શાળાના પર્યાવરણ માટે ખુબ જ  જરૂરી છે. આજ રોજ શાળાના આ.શિ.શ્રીમતી સોનલકુમારી  આર.બારીઆ દ્વારા તેમના જન્મદિવસે વ્રુક્ષારોપન કરવામા આવ્યુ. શાળાંના બાળકો તથા અન્ય  શિક્ષકો પણ બહેનશ્રીના જન્મદિવસે વ્રુક્ષારોપનમાં હાજર રહી તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

હા,મારા જન્મ દિવસે એક વ્રુક્ષ શાળા માટે ........

એક વ્રુક્ષ શાળા માટે 

મારો જન્મ દિવસ,મારૂ વ્રુક્ષ 
 

Monday, 26 September 2016

સ્વચ્છતા અને સમરસતા કાર્યક્રમ

    સ્વચ્છતા અને સમરસતા કાર્યક્રમ અંતર્ગત શાળામાં શાળા સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.શાળાના બાળકો તથા સ્ટાફે ખુબ જ ઉત્સાહથી સફાઈમાં ભાગ લીધો.
સૌનો સાથ,
ગંદકીનો નાશ.

આવો એક કદમ સ્વચ્છતા કી ઔર.

સ્વચ્છતા ટીમ 

આવો મિલકર ગંદકી કો ભાગાયે 









આવો બચ્ચો કે સાથ હમભી ........


........સફાઈ કે બાદ પોતા ભી .....



.....શાળા સ્ટોર રૂમની સફાઈ .....