Saturday, 6 October 2018
મોરવા(હ) તાલુકાના મોરવા(હ) સી.આર.સી.કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું*
મોરવા(હ) તાલુકાની દાંતીયાવર્ગ પ્રા.શાળા ખાતે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું .જેમાં તાલુકા પ્રા.શિક્ષણાધિકારી શ્રીમતી ચેતનાબેન પરમાર તથા બી.આર.સી.કો.ઓ.શ્રી દિનેશભાઇ પરમાર સાહેબ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જેમાં સી.આર.સી.કક્ષાની 9 જેટલી શાળાઓએ પાંચ વિભાગમાં થઈ 18 જેટલી કૃતિઓ રજુ કરવામાં આવી હતી .જેમાં વિભાગ 1 અને 2 માં દાંતીયાવર્ગ પ્રા.શાળા,વિભાગ 3 માં મોરવા(હ) પ્રા.શાળા,વિભાગ 4 માં ભાદરવી ફ.વર્ગ પ્રા.શાળા તથા વિભાગ 5 માં નગલોદ પ્રા.શાળાએ પ્રથમ નંબર મેળવેલ છે.પ્રથમ નંબર મેળવેલ કૃતિઓ તાલુકા કક્ષાએ યોજાનાર ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં ભાગ લેશે....
![]() |
| વિજ્ઞાન- ગણિત -પર્યાવરણ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતાં TPEO શ્રી તથા BRC Co. શ્રી મોરવા હડફ |
Subscribe to:
Posts (Atom)









